Home> India
Advertisement
Prev
Next

મુસલમાનોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત અફવા છે, દેશમાં છે જ નહીં: PM મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના રામલીલા મેદાનમાં આજે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિરોધી પક્ષોને બરાબર આડે હાથ લીધા. તેમણે દેશવાસીઓને ખાસ કરીને મુસલમાનોની સામે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને NRCને લઈને હકીકત રજુ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથી અર્બન નક્સલી એનઆરસી પર દેશના મુસલમાનોને ડિટેન્શન સેન્ટરનો ડર બતાવી રહ્યાં છે. જ્યારે તેમની સરકાર બન્યા બાદથી આજ  સુધી એનઆરસી શબ્દની ચર્ચા સુદ્ધા થઈ નથી. તેમણે કહ્યું કે ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત તો દૂર રહી...દેશમાં ક્યાંય ડિટેન્શન સેન્ટર પણ નથી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ વોટ બેંક માટે ભાગલાની રાજનીતિ કરતી આવી છે. તે સત્તાથી દૂર છે તો તેણે વળી પાછું ભાગલા પાડવાનું પોતાનું જૂનું હથિયાર બહાર કાઢ્યું છે. 

મુસલમાનોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત અફવા છે, દેશમાં છે જ નહીં: PM મોદી 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના રામલીલા મેદાનમાં આજે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિરોધી પક્ષોને બરાબર આડે હાથ લીધા. તેમણે દેશવાસીઓને ખાસ કરીને મુસલમાનોની સામે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને NRCને લઈને હકીકત રજુ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથી અર્બન નક્સલી એનઆરસી પર દેશના મુસલમાનોને ડિટેન્શન સેન્ટરનો ડર બતાવી રહ્યાં છે. જ્યારે તેમની સરકાર બન્યા બાદથી આજ  સુધી એનઆરસી શબ્દની ચર્ચા સુદ્ધા થઈ નથી. તેમણે કહ્યું કે ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત તો દૂર રહી...દેશમાં ક્યાંય ડિટેન્શન સેન્ટર પણ નથી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ વોટ બેંક માટે ભાગલાની રાજનીતિ કરતી આવી છે. તે સત્તાથી દૂર છે તો તેણે વળી પાછું ભાગલા પાડવાનું પોતાનું જૂનું હથિયાર બહાર કાઢ્યું છે. 

હિન્દુસ્તાનના મુસ્લિમોને CAA સાથે કોઈ લેવાદેવા નથી: PM મોદી

ભારતીય મુસલમાનોને એનઆરસી અને સીએએ સાથે કોઈ લેવાદેવા નથી
તેમણે દેશના મુસલમાનોને આશ્વાસન આપ્યું કે એનઆરસીની તેમના પર કોઈ અસર થવાની નથી. પીએમ મોદીએ કહ્યું કે જે ભારતની માટીના મુસલમાનો છે, જેમના પૂર્વજો ભારતમાતાના સંતાનો છે, તેમને  નાગરિકતા કાયદો અને એનઆરસી સાથે કોઈ લેવાદેવા નથી. દેશના કોઈ પણ મુસલમાનને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે નહીં, હિન્દુસ્તાનમાં કોઈ ડિટેન્શન સેન્ટર સુદ્ધા નથી. 

નાગરિકતા સંશોધન કાયદો મુસલમાનો વિરુદ્ધ નથી, વિપક્ષ મુસ્લિમોને ડરાવે છે-નીતિન ગડકરી

મુસલમાનોને ડરાવીને દેશમાં ભાગલા પાડી રહી છે કોંગ્રેસ
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેની સાથેના શહેરોમાં રહેતા કેટલાક ભણેલા ગણેલા અર્બન નક્સલીઓ અફવાઓ ફેલાવી રહ્યાં છે કે તમામ મુસલમાનોને ડિટેન્શન સેન્ટરોમાં મોકલાશે. તેમણે કહ્યું કે હું સ્તબ્ધ છું કે આ અફવાઓ પર સારા ભણેલા ગણેલા લોકો પણ પૂછી રહ્યાં છે કે આ ડિટેન્શન સેન્ટર શું છે. કઈંક તો તમારા શિક્ષણનું માન જાળવો. એકવાર અભ્યાસ તો કરો કે બંધારણ સંશોધન અને એનઆરસી આ બધુ છે શું? તમે તો ભણેલા ગણેલા છો. પીએમ મોદીએ જનતાને કોઈ પણ મુદ્દે પગલું ભરતા પહેલા તેની સારી પેઠે સમજવા માટે અપીલ કરી. તેમણે કહ્યું કે દેશના યુવાઓને આગ્રહ કરું છું કે જરા વાંચો તો ખરા. આ જે પણ ભ્રમ છે.. હું કહેવા માંગુ છું કે કોંગ્રેસ અને તેના અર્બન નક્સલી સાથીઓ  દ્વારા ઉડાવવામાં આવેલી ડિટેન્શન સેન્ટરવાળી અફવા સાવ ખોટી છે, બદઈરાદાવાળી છે, દેશને તબાહ કરવાના નાપાક ઈરાદાઓવાળી છે. આ સાવ ખોટું છે, ખોટું છે અને ખોટું છે. 

એક કાયદામાં અધિકાર આપીને બીજાથી અધિકાર છીનવી લઈશ?
 જૂઠ્ઠાણું વેચનારા અને અફવાઓ ફેલાવનારા બે પ્રકારના લોકો છે, જેમની રાજનીતિ દાયકાઓ સુધી વોટબેંક પર જ ટકી છે. ભાઈઓ સીએએને ભારતના  કોઈ પણ નાગરિક સાથે કોઈ લેવાદેવા નથી. આ કાયદાને દેશમાં રહેતા 130 કરોડ લોકો સાથે કોઈ લેવાદેવા નથી. બીજી વાત એનઆરસી તો કોંગ્રેસના સમયમાં બન્યો હતો. ત્યારે સૂઈ ગયા હતાં કે શું. અમે તો આ બનાવ્યું નથી. પાર્લિયામેન્ટમાં આવ્યું નથી. કોઈ પણ અર્થ વગર બબાલ ઊભી કરાઈ રહી છે. જ્યારે અમે તમને લોકોને ઘર અધિકૃત કરી રહ્યાં છે તો શું બીજો કાયદો તમને કાઢી મૂકવા માટે બનાવીશું કે શું. 

'કાગડા પાછળ ન ભાગો, કાન જૂઓ'
મોદીએ અફવાઓમાં ફસાઈને હિંસા પર ઉતરી આવેલા પ્રદર્શનકારીઓને પણ સમજદારી દેખાડવાની અપીલ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના જેવા પક્ષોએ બૂમો પાડી પાડીને કહ્યું કે જુઓ કાગડો કાન કાપીને ઉડી ગયો. કેટલાક લોકો કાગડાની પાછળ ભાગ્યાં. અરે ભાઈ પહેલા તમારો કાન તો જુઓ. પહેલા એ તો જુઓ કે એનઆરસી પર કઈક થયું છે કે શું? જૂઠ્ઠાણું ચલાવવામાં આવી રહ્યું છે. મારી સરકાર આવ્યાં બાદ ક્યાંય પણ એનઆરસી શબ્દની ચર્ચા થઈ નથી. કોઈ વાત થઈ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું તો ફક્ત આસામ માટે કરવું પડ્યું. 

જુઓ LIVE TV

CAA ભારતના નાગરિકો માટે છે જ નહીં. 
નાગરિકતા કાયદા પર તેમણે કહ્યું કે તે ભારતીય નાગરિકો માટે છે જ નહીં. સિટિઝનશીપ એમેડમેન્ટ એક્ટ ભારતના કોઈ પણ નાગરિક પછી ભલે તે હિન્દુ હોય કે મુસલમાન પણ તેમના માટે છે જ નહીં. આ સંસદમાં બોલવામાં આવ્યું છે અને સંસદમાં ખોટું બોલવાની મંજૂરી હોતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More